No Products in the Cart
શું તમે ઉદ્દેશ્યહીન જીવનથી હતાશ થઇ ચૂક્યાં છો?
શું તમે જીવનને સાર્થક બનાવવા માંગો છો?
શું તમે તમારી અસુરવૃત્તિઓ અને ખરાબ આદતોને છોડવા માંગો છો?
શું તમે આત્માના અવાજને સંભાળવા માટે સક્ષમ થવા માંગો છો?
શું તમે જીવનમાં અકલ્પનીય આનંદ અને સફળતા પ્રાપ્ત કરવા માંગો છો?
જો આ પ્રશ્નોના જવાબ હા હોય તો આ પુસ્તક તમારા માટે છે. આ પુસ્તક તમારો સાચો પથપ્રદર્શન પુરવાર થશે. જ્યારે આ પુસ્તકમાં સમાવિષ્ટ જ્ઞાન અનુસારના કર્મો તમે ઉત્સાહપૂર્વક કરવા લાગશો ત્યારે તમારું જીવન ઉદ્દેશ્યપૂર્ણ, સાર્થક અને આનંદિત બની જશે.
“આનંદમય જીવનનું વિજ્ઞાન” જીવન અને આ ગતિશીલ જગત વિશેના મૂળભૂત પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી આ જગતમાં આપણી શી ભૂમિકા હોવી જોઈએ તે સમજાવે છે.
આ પુસ્તકને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.
“સત્ય અને આનંદ એક જ સિક્કાની બે બાજુ છે” તેમ કહી પુસ્તકનો પહેલો ભાગ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવૃદ્ધિની પૂરી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તેની સમજ આપે છે.
પુસ્તકનો બીજો ભાગ આપણાં જીવનને સાર્થક કરવા માટે આ જ્ઞાનને આત્મસાત્ કરી તેનું વ્યવહારિક જીવનમાં કેવી રીતે અમલીકરણ કરવું તે શીખવાડે છે. આ ભાગમાં આત્માના અવાજની અવગના કરી, જગતની ભૌતિક વસ્તુઓ પાછળ આંધળી દોટ મુકવાથી આપણે કેવા માઠા પરિણામો ભગાવવા પડે છે તેની પણ ચર્ચા કરવમાં આવી છે.
જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન વૃદ્ધિ અને તે અનુસારના શ્રેષ્ઠત્તમ કરવા માટે આપણને જે સાધાન સંસાધનોની એટલે કે ઉર્જા, બુદ્ધિ, મનોવૃત્તિ, આત્મબળ અને મનોબળની જરૂર પડે છે, તે સાધાન સંસાધનો આપણને આ જ ક્ષણે કેવી રીતે પ્રાપ્ત થાય તેની પ્રક્રિયા પુસ્તકના ત્રીજા ભાગમાં સમજાવવામાં આવી છે.
પુસ્તકમાં આપેલા જ્ઞાનને આત્મસાત્ કરવાથી તમારી મનોવૃત્તિ અને વિચારધારામાં સકારાત્મક બદલાવ આવશે. અને તમે ગમે તેવી પરિસ્થિતિમાં હશો, પણ આ જ ક્ષણે તમને આનંદ, સંતોષ અને ઉદ્દેશ્યપુર્ણતાની અનુભૂતિ થશે.
તો ચાલો, નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા શીખીએ!
Note: PLEASE READ this Disclaimer for all Agniveer books on this store